શું ક્યારેય શાંતિથી બેસીને વિચાર્યું છે — "આપડે કોણ છીએ?"
આપડે રોજ બોલીએ છીએ: મારા હાથ, મારા પગ, મારી આંખો, મારું નાક, મારો મોહ, મારું પેટ...જે પણ જો ધીમી ચિંતનશીલ નજરથી જોવું, તો અહીં એક અદભૂત રહસ્ય છુપાયેલું છે.
જ્યારે આપડે કહીએ છીએ "મારા" હાથ, તો એનો અર્થ શું થાય?
હાથ મારાં છે, એટલે કે 'હું' હાથ નથી.
એમ જ મારું મન, મારી બુદ્ધિ, મારો સ્વભાવ — આ બધું 'મારું' છે, એટલે કે એ 'હું' નથી.
તો પછી 'હું' કોણ છું?
શરીર અને મન તો ફક્ત સાધનો છે, જેનાથી આપડે અનુભવ કરીએ છીએ. જેમ આપડે મોબાઇલ કે ગાડીનો ઉપયોગ કરીએ છીએ અને તેને 'મારું' કહીને ઓળખીએ છીએ, એમજ આ શરીર અને મન પણ એ જ છે — એક સાધન.
જે દિવસે જીવાત્મા શરીરને છોડે છે, એ દિવસે આ બધું પાછળ રહી જાય છે:
- હાથ નિષ્ક્રિય થઈ જાય છે.
- મન શાંત થઈ જાય છે.
- સ્વભાવ ઓગળી જાય છે.
તો, જે કંઈ પણ 'મારું' હતું — એ બધું નાશવંત છે. પણ 'આપડે' તો શાશ્વત છીએ.
મને અનુભવ થયો કે આપડે જીવાત્મા છીએ — એક શાશ્વત આત્મા, જે પરમાત્માનો અંશ છે.
શરીર, મન અને બુદ્ધિ — એ બધું ભૌતિક છે. પણ 'આપડે' એ બધાથી પર છીએ.
કેમ ન જાણીએ ખરું સ્વરૂપ?
આપડે જીવનભર શરીર, સંબંધો, સંપત્તિ, અને ઓળખાણમાં એટલા તનમય થઈ ગયા છીએ કે આપડે પોતાનું ખરું સ્વરૂપ ભૂલી ગયા છીએ.
પણ જો થોડું શાંતિથી અંદર જોશો, તો એ આત્માનું પ્રકાશિત ચેતન સ્વરૂપ દેખાશે — જ્યાં શાંતી, આનંદ અને પ્રેમ છે.
તો ચાલો, થોડું ઊંડું વિચારીએ...
અસલ 'આપડે' કોણ છીએ?
તમારા વિચારો અને અનુભવો નીચે કોમેન્ટમાં શેર કરો. કદાચ, એક બીજાના વિચારોથી આપડે હકીકતની નજીક આવી શકીએ!
આગલ પછી વાત કરીએ.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો