આધ્યાત્મિકતા અને વિજ્ઞાન – બે જુદા માર્ગ છે, પણ એકબીજાથી અલગ નથી. સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે ભણેલા-ગણેલા લોકો આધ્યાત્મિક બની શકે નહીં. પણ જો આપણે ઇતિહાસમાં નજર કરીએ, તો દુનિયાના મોટા વૈજ્ઞાનિકો પણ આધ્યાત્મિક વિચારો દ્વારા પ્રભાવિત થયા છે.
આજ પણ આવી એક વ્યક્તિ છે, જેના વિચારો લોકોને વિચારવા મજબૂર કરે છે – IIT બાબા (અભય સિંહ).
એના જીવનની સફર સમજતા પહેલા એક પ્રશ્ન ઉદ્ભવે છે: "શું કોઈ IITમાંથી ભણેલો વ્યક્તિ આધ્યાત્મિક થઈ શકે?"
IIT બાબાનું જીવન અને પરિવર્તન
આ વ્યક્તિ બોમ્બે IITમાંથી ભણેલી છે, અત્યંત હોશિયાર વિદ્યાર્થી રહી ચુક્યા છે. પરંતુ જીવનમાં પરિવારની સમસ્યાઓ, પ્રેમમાં નિષ્ફળતા અને અન્ય અનેક સંજોગોને કારણે તેમણે આધ્યાત્મિકતાની દિશામાં પગલું ભર્યું. હકીકત તો એ છે કે તેમણે ૪ લાખની સેલેરીવાળી નોકરી છોડી અને આધ્યાત્મિક જીવન અપનાવ્યું!
આજની દુનિયામાં જયાં પૈસાને જ સફળતા માનવામાં આવે છે, ત્યાં કોઈ વ્યક્તિ આટલી મોટી સેલેરી છોડી આધ્યાત્મિક બની જાય, તો લોકો તેને પાગલ કહી દે. પણ શું આ સાચું છે?
સમાજનો દ્રષ્ટિકોણ: પાગલ કે આધ્યાત્મિક?
જો કોઈ ધાર્મિક સંત અથવા ગુરુ આધ્યાત્મિકતા વિશે વાત કરે, તો સમાજ તેને સહજ રીતે સ્વીકારે છે. પણ જો કોઈ વૈજ્ઞાનિક લોજીક સાથે એ જ વાત રજૂ કરે, તો લોકો તેને મજાકનો પાત્ર બનાવી દે! IIT બાબાની સાથે પણ આવું જ થયું.
તેમના વિચારો અલગ છે – તે વિજ્ઞાન અને આધ્યાત્મિકતાને જોડવાની કોશિશ કરે છે. પરંતુ લોકોના મનમાં પહેલેથી જ એક વિચાર ગોઠવાઈ ગયો છે કે ભણેલો વ્યક્તિ માત્ર ટેક્નોલોજી અને તર્કની જ વાત કરી શકે, આધ્યાત્મિકતા વિશે નહીં. એટલે જ IIT બાબાના વિચારોને "હાસ્યાસ્પદ" ગણાવી દેવામાં આવે છે.
આધ્યાત્મિકતા અને વિજ્ઞાન: શું આ બંને વિરોધી છે?
મહાન વૈજ્ઞાનિક આલ્બર્ટ આઈન્સ્ટાઈન પણ કહેવાતું:
"જીવન એક રહસ્ય છે. વિજ્ઞાન તેની મર્યાદા સુધી જ પહોંચી શકે, પણ આધ્યાત્મિકતા તેને સમજી શકે."
આ વાતનો અર્થ એ છે કે વિજ્ઞાન એક પ્રવાસ છે, જ્યાં સુધી આપણે સમજીએ ત્યાં સુધી.
આંખ કેમ પ્રકાશ જોઈ શકે? કેમ કે પ્રકાશ તો અબજો વર્ષોથી છે.
તો પછી આંખના અસ્તિત્વ પહેલા પ્રકાશ હતું – આ સમીકરણ સમજવું જરૂરી છે.
IIT બાબા આવા જ પ્રશ્નો ઉઠાવે છે, પણ સમાજ તેમને સમજવા તૈયાર છે? કે માત્ર મજાક ઉડાવશે?
નવા વિચારોને સ્વીકારવાની જરૂર છે!
જો કોઈ ભણેલો વ્યક્તિ આધ્યાત્મિક બનવા માગે, તો શું તે પાગલ ગણાય?
શું આપણે તટસ્થ રહીને નવા વિચારોને અવકાશ આપવું જોઈએ?
વિજ્ઞાન અને આધ્યાત્મિકતાને મળીને જોવું એ પાગલપણું નથી, એ નવી દ્રષ્ટિ છે.
શું તમે તૈયાર છો – નવા વિચારોને સ્વીકારવા?
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો