જીવન ક્યારેક એવા પાઠ શીખવાડી જાય છે જે આપણું સંપૂર્ણ દૃષ્ટિકોણ બદલાવી નાખે. એ દિવસ મારા માટે એ જ પ્રકારનો અનુભવ હતો – એક એવો જેણે મારી ભવિષ્યની આશાઓને એક ઝટકેમાં તોડી નાંખી.
સવારની શરૂઆત સામાન્ય જ હતી. મેં ન્યૂઝ પેપર વાંચતા એક જોબની જાહેરાત જોયી, જે એરપોર્ટ ટિકિટ બુકિંગની હતી. જાહેરાત વાંચી મારી અંદર ઉત્સુકતા જાગી, અને મેં તેમાં આપેલા વ્હોટ્સએપ નંબર પર સંપર્ક કર્યો. સામેવાળાએ મને અમુક દસ્તાવેજો, જેમ કે મારું આધાર કાર્ડ અને માર્કશીટ મોકલવા કહ્યું. હું ખુશ હતો કે એક સરસ તક મળી છે, અને વધુ વિચાર કર્યા વગર મેં મારા દસ્તાવેજો મોકલી દીધા.
થોડીવારમાં, તેમણે મને એક ઓનલાઈન પરીક્ષા આપવા લિંક મોકલી. પરીક્ષા સામાન્ય પ્રશ્નો પર આધારિત હતી, અને મેં સરળતાથી પાસ કરી લીધી. ત્યાર બાદ, મને જોબની બધી માહિતી સાથે એક પીડીએફ મોકલવામાં આવ્યું, જેમાં લખ્યું હતું કે મને 'પ્રોસેસિંગ અને સુરક્ષા ફી' ભરવી પડશે, જે પછીથી પરત કરવામાં આવશે.
આ મજુરાતી શરત મને થોડું અનોખું લાગી, પણ જોબ મેળવવાની આશાએ મેં આ રિસ્ક લેવા વિચાર્યું. મારા દોસ્તો અને મિત્રોને પૂછ્યું, પણ કોઈ ચોક્કસ જવાબ ન મળ્યો – કોઈએ કહ્યું કે પૈસા ભરાય છે, તો કોઈએ કહ્યું કે નહીં. છેલ્લે, મેં હિંમત ભેગી કરી અને એક સારા મિત્રની મદદથી 85,000 રૂપિયા ટ્રાન્સફર કરી દીધા.
એ દિવસ મારા માટે સૌથી આશાસ્પદ લાગતો હતો – મને ખાતરી હતી કે હવે મારી કારકિર્દી એક નવી દિશા લેશે. પણ હકીકત કંઈક અલગ જ હતી. પૈસા ભર્યા બાદ, સાથીદારે વધુ પૈસાની માંગણી શરૂ કરી. મેં વિમર્શ કર્યો, વિનંતી કરી, પણ સામેથી કોઈ સારું જવાબ નહીં. જ્યારે મેં વાંધો ઉઠાવ્યો, ત્યારે વ્યક્તિનું વર્તન વાંધાજનક બન્યું.police ની મદદ લીધી, પણ એ વ્યક્તિના શબ્દો મને હચમચાવી દીધા – "ગમે તેટલું કરો, મારા સુધી પહોંચી નહીં શકો."
પોલીસ ફરિયાદ કર્યા છતાં, કોઈ ઝડપી પગલાં ન લેવાયા. આખરે, સત્ય એ હતું કે હું 85,000 રૂપિયાનો ભોગ બની ગયો હતો. પાસેથી લીધેલા પૈસા ધીરે-ધીરે ચૂકવ્યા, પણ જે વિશ્વાસ માનવજાત, સિસ્ટમ અને તક પર હતો, એ ભંગ થઈ ગયો.
આ ઘટનાએ મને શીખવાડ્યું કે ફ્રીમાં કંઈ પણ નથી મળતું, અને જે કંઈ વધારે સારું લાગે છે, તે ખરેખર સાચું હોવું જરુરી નથી. ન્યૂઝ પેપર પર આપવામાં આવતી બધી જાહેરાતો સાચી હોતી નથી, અને જોબ માટે ક્યારેય કોઈ એડવાન્સ ફી માંગતું નથી.
હવે, હું બધાને એક જ સલાહ આપીશ – કોઈપણ નોકરી અથવા તક માટે પૈસા ભરતા પહેલા સાવચેત રહો, અને આ પ્રકારના ફ્રોડથી બચવા સંપૂર્ણ તપાસ કરો.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો